. (ANI Photo)

આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો દેખાવ આ વખતે નિરાશાજનક રહ્યો છે ત્યારે તેના માટે સારા સમાચાર એ છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ફિટ થઈ ગયો છે અને તે ટીમ સાથે જોડાયો છે. જસપ્રિત બુમરાહને જાન્યુઆરીમાં પીઠની ઈજા થઈ હોવાથી તે રીહેબિલિટેશન હેઠળ હતો.

ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટમાં તેને પીઠમાં ઈજા થઈ હતી અને તેને પગલે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમમાં સામેલ થઈ શક્યો નહતો.

મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્દનેએ રવિવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે, જસપ્રિત બુમરાહ સોમવારે બેંગલોર સામેની મેચથી પુનરાગમન કરવા સજ્જ છે.

આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સનો ચાર પૈકી ત્રણ મુકાબલામાં પરાજય થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પૂર્વે મુંબઈનો ઓપનર રોહિત શર્મા નેટ્સમાં ઘવાયો હોવાથી તે રમ્યો નહતો. રોહિત શર્માને પગના ઘૂંટણમાં બોલ વાગ્યો હતો અને તે મેદાન છોડીને જતો રહ્યો હતો. લખનૌ સામેની મેચ અગાઉ પ્રેક્ટિસ સમયે રોહિતને દુર્ભાગ્યપૂર્ણ રીતે ઘૂંટણમાં બોલ વાગ્યો હતો અને તે રમવા માટે અનુકૂળ નહતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments