વિશ્વના પાવરફૂલ પાસપોર્ટની હેન્લીની યાદીમાં જાપાન સતત પાચમાં વર્ષે ટોચ પર રહ્યું હતું, જ્યારે ભારતનો ક્રમે 85 રહ્યો હતો. ભારતના પાસપોર્ટથી 59 દેશોમાં ફ્રી વિઝા સુવિધા મળે છે. મજબૂત પાસપોર્ટની યાદીમાં આ પછીના ક્રમે અનુક્રમે સિંગાપોર અને દક્ષિણ કોરિયા, જર્મની તથા ફ્રાંસનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી નબળા પાસપોર્ટની યાદીમાં પાકિસ્તાન, ઈરાન, સિરીયા, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
બ્રિટન, ફ્રાન્સ, આર્યલેન્ડ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. આ દેશોનો વિઝા ફ્રી સ્કોર 187 છે. અમેરિકાનો પાસપોર્ટ 7મા ક્રમે છે. લંડન સ્થિતિ સિટીઝનશિપ એન્ડ રેસિડેન્સ એડવાઈઝરી કંપની હેન્લી એન્ડ પાર્ટનર્સે વર્ષ 2023 માટે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. આ ઈન્ડેક્સમાં ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા ખાસ પ્રકારની માહિતી આપવામાં આવી છે. હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 પ્રમાણે સતત પાંચમા વર્ષે જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી છે. જાપાનના પાસપોર્ટ ધારકોને 193 દેશમાં વિઝા-એન્ટ્રી ફ્રી છે.
પાવરફુલ પાસપોર્ટની યાદીમાં ભારતનું સ્થાન થોડું સુધર્યું છે. વર્ષ 2019, 20202, 2021 તથા 2022માં ભારત અનુક્રમે 82, 84, 85 અને 83 ક્રમ પર હતું. ભારતીય પાસપોર્ટ ધારકો ભુટાન, કમ્બોડિયા, ઈન્ડોનેસિયા, મકાઉ, માલદિવ્સ, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ, કેન્યા, મૌરેસિયસ, ઈરાન તથા કતાર જેવા દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકે છે. જોકે, કેટલાક દેશોમાં વિઝા-ઓન-એરિવલ જરૂરી છે.
ચીનના પાસપોર્ટની વાત કરવામાં આવે તો તે 66માં, શ્રીલંકાનો પાસપોર્ટ 101 સ્થાન પર છે. જોકે પાકિસ્તાન વિશ્વનો સૌથી ખરાબ પાસપોર્ટ ધરાવતો દેશ છે. પાકિસ્તાન સૌથી પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગમાં 106 ક્રમાંક પર છે. જોકે તેની તુલનામાં નેપાળનો પાસપોટ 103 ક્રમાંક પર છે.