જાપાનમાં શાહી પરિવારની રાજકુમારી માકો સામાન્ય પરિવારના તેના બાળપણ મિત્ર કેઈ કોમુરો સાથે 26 ઓક્ટોબરે લગ્ન કરશે, એમ સત્તાવાળાએ શુક્રવારે જણાવ્યું હતું.
જાપાનના સમ્રાટ નારુહિતોની 29 વર્ષીય ભત્રીજીની 2017માં 29 વર્ષીય કેઇ કોમુરો સાથે સગાઈ કરી હતી. તે સમયની ન્યૂઝ કોન્ફરન્સમાં એકબીજા તરફના સ્માઇલથી બંનેએ જનતાને દિલ જીતી લીધા હતા.
પરંતુ ટૂંક સમયમાં કોમુરાની માતા અને તેમના ભૂતપૂર્વ ફિયાન્સ વચ્ચે નાણાકીય વિવાદના અહેવાલ આવ્યા હતા અને 2018માં લગ્નને મોકૂફ રાખવામાં આવ્યા હતા. 2018ના ઓગસ્ટ મહિનામાં કોમુરો અમેરિકામાં લો સ્કૂલમાં અભ્યાસ માટે ગયા હતા અને સોમવાર સુધી પાછા આવ્યા ન હતા.
શાહી પરિવારના સભ્યોના જીવનની દેખરેખ રાખતી એજન્સી ઇમ્પેરિયલ હાઉસહોલ્ડ એજન્સીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં લગ્નની તારીખ જાહેર કરી હતી.
પ્રિન્સેસ માકો પરંપરા મુજબ લગ્ન પછી શાહી પરિવાર છોડી દેશે. રોયલ લગ્નમાં થતી હોય તેવી એક પણ સેરેમનીનું આયોજન નહીં થાય. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાાર પ્રિન્સેસ શાહી પરિવારમાં તેનો હક છે તેવા એક મિલિયન ડોલરની એક વખત રકમ જતી કરશે.
દંપત્તિના લગ્નનું રજિસ્ટ્રેશન સરકારની સ્થાનિક ઓફિસમાં થશે. શાહી પરિવારના રેકોર્ડમાં પણ પ્રિન્સેસ માકોનું નામ કમી કરવામાં આવશે.
એક ટેમ્બોઇડના અહેવાલથી બંનેના લગ્ન અંગે વિવાદ ઊભો થયો હતો. આ અહેવાલમાં મુજબ કોમુરાની માતાના જૂના ફિયાન્સે દાવો કર્યો હતો કે માતા પુત્રે આશરે 35,000 ડોલરનું દેવું ભરપાઈ કર્યું નથી. જોકે કોમુરોએ જણાવ્યું છે કે તેની માતાના જૂના ફિયાન્સે લોન તરીકે નહીં, પરંતુ ગિફ્ટ તરીકે આ રકમ આપી હતી.
આ વિવાદ ટેમ્બોઇડમાંથી વધુ ચગીને વર્તમાનપત્રોમાં પણ છવાયો હતો. શાહી પરિવારના સભ્યોએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી હતી.
કોમુરોએ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો છે અને આ સમરમાં લો પ્રેક્ટિસ કરી શકે છે. કોમુરાને અમેરિકાની લો ઓફિસમાં ક્લાર્કની નોકરી પણ મળી છે.