ફેસબૂક, એમેઝોન, સ્નેપડીલ, ઇન્ટેલ, નેટફ્લિક્સ અને અન્ય દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ 2022માં નોકરીઓમાં કાપ મૂક્યો હતો. કેટલીક કંપનીઓએ કોરોના મહામારીની અસરોને ટાંકીને અને અન્ય કંપનીઓએ ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન ઓવરહાયરિંગ જેવા કારણો આપ્યા હતા. ક્રંચબેઝ ટેલી અનુસાર, વર્ષ 2022 દરમિયાન યુએસ ટેક સેક્ટરમાં 91,000 થી વધુ કામદારોએ તેમની નોકરી ગુમાવી છે.
જોકે હવે હોલિડે સિઝન પછી ટૂંકસમયમાં વધુ છટણીઓ થવાની આશંકા છે અને ટેક કંપનીઓની આગેવાની હેઠળની તમામ ક્ષેત્રોની ઘણી કંપનીઓ જાન્યુઆરીથીતાં હજારો કર્મચારીઓની છટણી કરવા તૈયાર છે. નિષ્ણાતો માને છે કે જાન્યુઆરી નોકરીમાં કાપ માટે સૌથી ખરાબ મહિનો હોઈ શકે છે.
અમેરિકામાં બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, છટણી અને ડિસ્ચાર્જ માટે જાન્યુઆરી સૌથી વધુ મહિનો છે.
એડવાઇઝરી કંપની ફોરેસ્ટર રીસર્ચના વાઇસ પ્રેસિડન્ટ અને મુખ્ય એનાલિસ્ટ જેપી ગોઉંડરના જણાવ્યા અનુસાર “બિઝનેસ લીડર્સ 2023માં સફળતા માટે ફાઇનાન્સ સેટ કરવા માંગે છે. તે એક સારી શરત છે કે ટેક કંપનીઓ કે જેમણે હજુ સુધી કર્મચારીઓની છટણી કરી નથી તેઓ આમ કરવું કે નહીં તે અંગે કાળજીપૂર્વક વિચારણા કરી રહી છે,” તેમણે વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે, “આગામી થોડા અઠવાડિયામાં વધુ છટણી જોવી આશ્ચર્યજનક નથી.” ડિસેમ્બર મહિનો ઘણી કંપનીઓ માટે નાણાકીય વર્ષનો અંત દર્શાવે છે, જે જાન્યુઆરીને “સંસ્થાકીય પુનર્ગઠન અને ગોઠવણ” માટે આદર્શ મહિનો બનાવે છે.
કોવિડ-19 લોકડાઉન અને ધીમા ગ્રાહક ખર્ચના પરિણામે નબળા વેચાણને કારણે ચીની કંપની શાઓમીએ એ આ વર્ષે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની શરૂઆત કરી છે. ગયા મહિને, કંપની ત્રીજા-ક્વાર્ટર (Q3 2022)ની આવકમાં 9.7% ઘટાડો નોંધાવ્યો હતો.
ગોલ્ડમેનની નવા વર્ષમાં નોકરી કાપની વોર્નિંગ
ગોલ્ડમૅન સૅક્સના સીઈઓ ડેવિડ સોલોમને કર્મચારીઓને ચેતવણી આપી છે કે નવા વર્ષમાં નોકરીમાં કાપ આવી રહ્યો છે અને જાન્યુઆરીના પહેલા ભાગમાં હેડકાઉન્ટમાં ઘટાડો થશે. ઇન્વેસ્ટમેન્ટ બેંકના સીઇઓએ કર્મચારીઓને તેમના વાર્ષિક વર્ષના અંતના મેમોમાં ચેતવણી આપી હતી કે આગામી થોડા અઠવાડિયામાં સામૂહિક છટણી શરૂ થશે. સોલોમને કહ્યું, “અમે સાવચેતીપૂર્વક સમીક્ષા કરી રહ્યા છીએ અને જ્યારે હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે જાન્યુઆરીના પહેલા ભાગમાં અમારા હેડકાઉન્ટમાં ઘટાડો થશે.”
ગૂગલની પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમની ગૂગલી
ગૂગલ આ મહિને હજારો નોકરીઓમાં કાપની જાહેરાત કરે તેવી ધારણા છે. કંપની ગુગલ રિવ્યુ એન્ડ ડેવલપમેન્ટ (GRAD) નામની તેની પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ સાથે કર્મચારીઓનું મૂલ્યાંકન કરી રહી હોવાનું કહેવાય છે. નવી સિસ્ટમ હેઠળ, તે નોકરીમાં કાપની જાહેરાત કરી શકે છે.ધ ઇન્ફોર્મેશન મુજબ, “નવી સિસ્ટમ હેઠળ, સંચાલકોને 6 ટકા કર્મચારીઓ અથવા આશરે 10,000 લોકોને લો પર્ફોર્મર્સ તરીકે વર્ગીકૃત કરવા માટે કહેવામાં આવ્યું છે.”
એમેઝોન પર 2023 સુધી છટણી અને બાયઆઉટ ચાલુ રહેશે, કંપનીના સીઇઓ, એન્ડી જેસીએ નવેમ્બર 2022માં પહેલેથી જ ચેતવણી આપી દીધી છે. જેસીએ કહ્યું કે નોકરીમાં ઘટાડો કંપનીની વાર્ષિક ઓપરેટિંગ પ્લાનિંગ સમીક્ષાનો એક ભાગ હતો. જેસીએ જણાવ્યું હતું કે, આ વર્ષની સમીક્ષા અર્થવ્યવસ્થાના “પડકારરૂપ સ્થાન” દ્વારા જટિલ હતી, તે હકીકત સાથે જોડાયેલી છે કે એમેઝોને તાજેતરના વર્ષોમાં ઝડપથી કર્મચારીઓની ભરતી કરી હતી.