કોરોનાના ભયાનક ઓમિક્રોન વાઇરસ અંગે વિશ્વભરમાં ગભરાટ ઊભો થયો છે કે જામનગરમાં 2 ડિસેમ્બરે 72 વર્ષના એક વૃદ્ધિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતા અને તેમના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે અમદાવાદમાં મોકલવામાં આવ્યા હતા. આ વૃદ્ધ ઝિમ્બાબ્વેથી આવ્યા હતા. ઝિમ્બાબ્વેને જોખમ ધરાવતા દેશોની કેટેગરીમાં ગણવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું હતું કે જિનોમ સિકવન્સિંગનું રિઝલ્ટ આવતા એક સપ્તાહ લાગશે. આ વ્યક્તિ જામનગરના વતની છે અને છેલ્લાં ઘણા વર્ષોથી ઝિમ્બાબ્વેમાં રહે છે. તેઓ 28 નવેમ્બરે જામનગર આવ્યા હતા. દર્દીને ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.