જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. પોલીસ અને રક્ષા અધિકારીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં છ ત્રાસવાદીઓને ઠાર માર્યા છે.
ગુરુવારે પણ સુરક્ષાદળોએ બે ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. આ સાથે છેલ્લા બે દિવસોમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા આઠ થઈ ગઈ છે. ભારતીયના સેનાના પ્રવક્તા રાજેશ કાલિયાએ જણાવ્યું છે કે, શોપિયાં જિલ્લમાં પાંચ અને પુલવામામાં ત્રણ ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જાણકારી આપી છે કે, ધૈર્ય અને પ્રોફેશનિલઝ્મ કામ આવ્યું. ફાયરિંગ અને આઈઈડીનો ઉપયોગ કરાયો નથી. માત્ર ટિયર ગેસનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મસ્જિદની અંદર છૂપાયેલા બે ત્રાસવાદીઓને ન્યૂટ્રેલાઈઝ કરવામાં આવ્યા.