હરિયાણાના ફતેહાબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે 12 જાન્યુઆરીએ અમર પુરી ઉર્ફે જલેબી બાબાને સગીરા સાથે બળાત્કારના કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફતેહાબાદ જિલ્લા ન્યાયધીશ બલવંત સિંઘે 63 વર્ષીય જલેબી બાબાને પોક્સો એક્ટની કલમ 6 અંતર્ગત એક સગીરા સાથે બે વાર બળાત્કાર કરવાના આરોપમાં 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
આ બાબા અગાઉ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ટોહનાના મુખ્ય બજારમાં જલેબી વેચતો હતો.તેથી તેનું નામ જલેબી બાબ પડ્યું હતું.
અમર પુરી ઉર્ફે જલેબી બાબા પોતાને ધર્મગુરુ બતાવતો હતો. જલેબી બાબા પર આરોપ છે કે તેણે 100થી વધારે મહિલાઓ પર બળાત્કાર કર્યો છે. તે મહિલાઓને ચામાં કેફી દ્રવ્ય પીવડાવીને તેમના પર બળાત્કાર કરીને તેમના વીડિયો પણ બનાવતો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો. હરિયાણા પોલીસે 2018માં અમર પુરીની ફતેહાબાદના ટોહાના શહેરથી ધરપકડ કરી હતી અને તેના મોબાઇલ ફોનમાંથી 120 સેક્સ વીડિયો ક્લિપ્સ મળી આવી હતી.
અમર પુરી ઉર્ફે જલેબી બાબા ટોહાના, હરિયાણામાં બાબા બાલક નાથ મંદિરમાં એક પ્રમુખ સંતના રુપમાં રહેતો હતો. તે વખતે ફતેહાબાદ મહિલા પોલીસના પ્રભારી બિમલા દેવીએ પૃષ્ટી કરી હતી કે આરોપી અમર પુરીના મોબાઇલ ફોનમાંથી 120 સેક્સ વીડિયો ક્લિપિંગ મળી આવી છે. તપાસમાં માલૂમ પડ્યું હતું કે જે મહિલાઓ પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તાંત્રિક તરીકે જાણીતા અમર પુરી પાસે જતી હતી.