Jail for Shoplifting (iStock)

શોપલિફ્ટિંગ, ઘરફોડ ચોરી અને સામાન્ય હુમલાના બનાવોમાં હાલ જેલની સજાની જોગવાઇ નથી ત્યારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર રિચાર્ડ હોલ્ડને છરીના ગુનામાં જેમ બે વખત પકડાવ તો સજા થાય છે તે જ રીતે ચોરી અવે મારઝૂડના સામાન્ય બનાવોમાં સંખ્યાબંધ ગુનાઓ આચરવા બદલ સજા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. ગુનાના પ્રકાર પ્રમાણે જરૂરી ગુનાઓની સંખ્યા બદલાશે.

શ્રી હોલ્ડને એલબીસી રેડિયોને કહ્યું હતું કે “મને લાગે છે કે આ એક સમસ્યા એવી છે જ્યાં પોલીસે કેટલાક ગુનાઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. પરંતુ તે ગુનાઓ ખરેખર સમગ્ર દેશની હાઇ સ્ટ્રીટ અને દુકાનોને ભારે અસર કરે છે. આવા ચોરોને જેલની જરૂર છે. ડ્રગનું વ્યસન ઘણીવાર અપરાધના જીવન તરફ દોરી જાય છે. તેથી જો તેઓ સતત કાયદાનો ભંગ કરે તો હું બધા લોકોને જેલમાં મૂકવાના પક્ષમાં છું. આપણે તેમના માટે વધુ જેલો બનાવવાની જરૂર છે.”

બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના અંદાજ મુજબ દર વર્ષે લગભગ £1 બિલિયનની માલમત્તા દુકાનોમાંથી ચોરાય છે. માર્ચથી 12 મહિનામાં પોલીસે શોપલિફ્ટિંગના 339,206 કેસ નોંધ્યા હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અડધીથી વધુ જેલોમાં ભીડ છે, જેમાં 87,753ની ક્ષમતા સામે 86,602 કેદીઓ છે.

પોલીસિંગ મિનિસ્ટર ક્રિસ ફિલ્પે પણ પોલીસ દળોને લાઇવ ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુ ઉપયોગ કરવા વિનંતી કરી છે. જેથી જાણીતા શોપલિફ્ટર્સને પોલીસ નેશનલ કમ્પ્યુટર પરની તસવીરો સાથે મેચ કરી શકાય. જે સ્ટોર્સ દ્વારા આ ટેક્નોલોજી વાપરવામાં આવી છે ત્યાં શોપલિફ્ટિંગ ઘટી ગયું છે અને રીટેઇલ કામદારો સામેના હુમલામાં 20 ટકાનો ઘટાડો થયો છે.

LEAVE A REPLY