(Photo by Anna Moneymaker/Getty Images)

એફબીઆઇના વડા તરીકે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા કાશ પટેલે સેનેટની જ્યુડિશિયલ કમિટીના સભ્યોને જણાવ્યું હતું કે તેઓ નાનપણમાં રેસિઝમનો ભોગ બન્યા છે. કમનસીબે, સેનેટર, હા. હું અહીં મારા પરિવાર સાથે તે વિગતોમાં પડવા માગતો નથી. આ કમિટી એફબીઆઈના ડાયરેક્ટર તરીકે 44 વર્ષીય કાશ પટેલને પુષ્ટી આપવા અંગેનો નિર્ણય કરશે. જો સેનેટની પુષ્ટિ મળશે તો કાશ પટેલ એફબીઆઈના ડાયરેક્ટર બનેલા પ્રથમ હિંદુ અને ભારતીય-અમેરિકન હશે.

સેનેટ હીયરિંગ વખતે કાશ પટેલના માતાપિતા પણ ગુજરાતથી આવ્યા હતાં. કાશ પટેલે માતા-પિતાનો પરિચય કરાવ્યા પછી ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કર્યું હતું. વાયરલ થયેલા એક વીડિયોમાં ભારતીય મૂળના 44 વર્ષીય વકીલ પણ સુનાવણી પહેલા પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા માટે નમતા જોવા મળે છે.

સેનેટર લિન્ડસે ગ્રેહામે તેઓ ક્યારે વ્યક્તિગત તરીકે રેસિઝમનો ભોગ બન્યાં છે કે નહીં તે અંગે સવાલ કર્યો હતો.
કાશ પટેલે જણાવ્યું હતું કે “જો તમે 6ઠ્ઠી જાન્યુઆરીનો રેકોર્ડ જુઓ, જ્યાં મેં તે સમિતિ સમક્ષ જુબાની આપી હતી, કોંગ્રેસ દ્વારા મારી અંગત માહિતી જાહેર કરવામાં આવી હોવાને કારણે, મને મારા જીવન પર સીધો અને નોંધપાત્ર ખતરો હતો. અને મેં તે માહિતી રેકોર્ડમાં મૂકી છે. મને ધિક્કારપાત્ર કહેવામાં આવ્યો હતો. તે રેકોર્ડમાં છે — એક ધિક્કારપાત્ર સેન્ડ નિગર કે જેને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જવું જોઈએ. તમે તમારા આતંકવાદી ઘરના મિત્રો સાથે સંબંધ રાખો છો. તે જ મને મોકલવામાં આવ્યું હતું. તે ફક્ત તેનો એક નમૂનો છે, પરંતુ કાયદા અમલીકરણમાં પુરુષો અને સ્ત્રીઓ દરરોજ જે સામનો કરે છે તેની સરખામણીમાં તે કંઈ નથી.”

કેપિટોલ હિલ ખાતે કાશ પટેલના પિતા અને માતા સહિત તેમના પરિવારના સભ્યો હાજર હતા.કાશ પટેલે જણાવ્યું હતું કે “આજે અહીં બેઠો છું, હું માત્ર મારા માતા-પિતાના સપનાઓ જ નહીં પણ લાખો અમેરિકનોની આશાઓ પૂરી કરવા માગું છું.તેમના પિતા યુગાન્ડામાં ઇદી અમીનની નરસંહારની સરમુખત્યારશાહીમાંથી ભાગીના આવ્યા હતા, જ્યાં 300,000 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને તેમની વંશીયતાના આધારે મારી નખાયા હતા. તેઓ પણ મારા જેવા દેખાતા હતા. મારી માતા મૂળ તાંઝાનિયાની છે. મારા પપ્પાની જેમ તેણીએ ભારતમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમના લગ્ન થયા હતાં. તેઓ પછીથી ન્યુ યોર્કમાં આવ્યા હતાં., જ્યાં મારો જન્મ થયો હતો. અમારો ઉછેર મારા પિતાના સાત ભાઈ-બહેન, તેમના જીવનસાથી અને ઓછામાં ઓછા અડધા ડઝન બાળકોના પરિવારમાં થયો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments