India's winning century against Australia
(ANI Photo)

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં 250 ટેસ્ટ વિકેટ પુરી કરી 250 વિકેટ અને 2500 ટેસ્ટ રનનો રેકોર્ડ તો નોંધાવ્યો જ હતો, એ સાથે તે આ સિદ્ધિ હાંસલ કરવામાં એશિયાનો સૌથી વધુ ઝડપી અને વિશ્વમાં પણ બીજા ક્રમનો ઓલરાઉન્ડર બની ગયો.

આ પહેલા, ભારતની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો યશસ્વી સુકાની કપિલ દેવ આવી સિદ્ધિ ધરાવતો એકમાત્ર ભારતીય ઓલરાઉન્ડર હતો. કપિલે 65મી ટેસ્ટ ઈનિંગમાં આ સફળતા મેળવી હતી, જ્યારે જાડેજાએ 62મી ઈનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો. હવે ફક્ત ઈંગ્લેન્ડનો ઈયાન બોથમ જાડેજા કરતાં આગળ, પ્રથમ ક્રમે છે, તેણે 55 ઈનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો. કપિલ ઉપરાંત પાકિસ્તાનનો ભૂતપૂર્વ સુકાની, ઓલરાઉન્ડર ઈમરાન ખાન પણ 64 ઈનિંગમાં આ સફળતા સાથે જાડેજા કરતાં પાછળ છે, તો ન્યૂ ઝીલેન્ડનો રીચાર્ડ હેડલી 70 ઈનિંગમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો હતો. 

LEAVE A REPLY