Jadeja, Bumrah will not play in ODI, T20I series against Sri Lanka
(ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામેની આ મહિનામાં રમાનારી ત્રણ ટી-20 અને પછી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની સીરીઝમાં સુકાનીપદ બે અલગ-અલગ ખેલાડીઓને સોંપ્યું છે, તો બન્ને ફોરમેટ માટેની ટીમમાં પણ કેટલાક અલગ-અલગ પ્લેયર્સની પસંદગી કરી છે. મંગળવારથી શરૂ થતી ત્રણ ટી-20 મેચ માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સુકાનીપદે પસંદગી કરાઈ છે, તો એ પછી રમાનારી ત્રણ વન-ડેની સીરીઝ માટે રોહિત શર્મા ટીમનો સુકાની રહેશે.  

ટી-20 સીરીઝમાં સૂર્યકુમાર યાદવને ઉપ-સુકાની જાહેર કરવામાં આવ્યો છે. ટી-20 સીરીઝમાં રોહિત શર્મા, કે. એલ. રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહનો પણ સમાવેશ કરાયો નથી, તો ત્રણ નવા ચહેરા – શિવમ માવી, રાહુલ ત્રિપાઠી અને મુકેશ કુમારનો સમાવેશ કરાયો છે. 

તો વન-ડે સીરીઝમાં હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયો છે. રવિન્દ્ર જાડેજા તથા બુમરાહનો આ ફોર્મેટમાં પણ સમાવેશ કરાયો નથી, તેના આધારે એવું જણાય છે કે, બન્ને માટેનો વર્કલોડ નિયંત્રિત કરવાની વ્યૂહરચના અપનાવાઈ હોય તેવી શક્યતા છે. 

ત્રણ ટી-20ની ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની)સૂર્યકુમાર યાદવ (ઉપસુકાની)ઈશાન કિશનઋતુરાજ ગાયકવાડશુભમન ગિલદીપક હુડારાહુલ ત્રિપાઠીસંજુ સેમસનવોશિંગ્ટન સુંદરયુઝવેન્દ્ર ચહલઅક્ષર પટેલઅર્શદીપ સિંહહર્ષલ પટેલઉમરાન મલિકશિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરીઝ માટે ટીમઃ રોહિત શર્મા (સુકાની)હાર્દિક પંડ્યા (ઉપસુકાની), શુભમન ગિલવિરાટ કોહલીસૂર્યકુમાર યાદવશ્રેયસ ઐયરકે. એલ. રાહુલ (વિકેટકીપર)ઈશાન કિશન (વિકેટકીપર)વોશિંગ્ટન સુંદરયુઝવેન્દ્ર ચહલકુલદીપ યાદવઅક્ષર પટેલમોહમ્મદ શમીમોહમ્મદ સિરાજઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

LEAVE A REPLY