પીઢ અભિનેતા જેકી શ્રોફ આ ઉંમરે હજુ પણ લોકપ્રિય છે અને તે એટલા જ વ્યસ્ત પણ છે. જેકી શ્રોફને તેમના ચાહકો આજે પણ હીરોના નામથી ઓળખે છે. અત્યારે તેઓ વ્યસ્ત અભિનેતાની યાદીમાં સ્થાન ધરાવે છે. બોલીવૂડમાં સેંકડો ફિલ્મ કરી ચુકેલા જેકીને હવે ઇન્ટરનેશનલ ફિલ્મમાં ખાસ ભૂમિકા મળી છે. તેઓ ગોવાના 64 વર્ષીય સંગીતકારની ભૂમિકા ભજવી રહ્યા છે. આ એવી વ્યકિત છે જેની પાસે જીવવાનો કોઇ આધાર નથી હોતો, સમય જતાં તે ફ્રાંસના જાણીતા સંગીતકાર બની જાય છે. જેકી આ ભૂમિકા માટે તૈયારીમાં લાગી ગયા છે. આ વર્ષના અંતમાં શુટીંગ શરૂ થઇ જશે.
કહેવાય છે કે ફિલ્મ જોસેફ મેનુઅલ દા રોચાના જીવન પર આધારીત છે. જેને લોકો જોસેફ કો સ્લો જોના નામથી પણ ઓળખે છે. ફિલ્મ અંગ્રેજી, ફ્રેન્ચ અને કોંકણી ભાષામાં બનાવાશે, જે ભારત, ફ્રાંસ અને સિંગાપોરના કો-પ્રોડકશનથી નિર્માણ પામશે. ફિલ્મનું ડાયરેક્શન સૌમિક સેન કરશે. જેણે અગાઉ ગુલાબ ગેંગ અને વ્હાય ચીટ ઇન્ડિયાનું ડાયરેકશન કર્યુ હતું. જેકી છેલ્લે રાધેમાં પોલીસ અધિકારીના રોલમાં હતાં. તે સૂર્યવંશી અને અંકુશ ભટ્ટની ફિરકીમાં પણ છે. નવનીત બાજ સૈનીની વિવશમાં પણ તેમની ભૂમિકા છે.