(Photo by Lisa Maree Williams/Getty Images)

બોલીવૂડમાંથી અનેક કલાકારોએ હોલીવૂડની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. જેક્વેલિન ફર્નાન્ડિઝ પણ હવે હોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ‘વીમેન સ્ટોરીઝ’થી હોલીવૂડમાં પ્રવેશ કરશે. આ એક એન્થોલોજી ફીચર ફિલ્મની ખાસ બાબત એ છે કે, તેનું દિગ્દર્શન છ મહિલાઓ કરશે. ફિલ્મમાં કુલ છ સેગમેન્ટ હશે.

જેક્વેલિન લીના યાદવ દ્વારા નિર્મિત સેગમેન્ટમાં દેખાશે, અને તેને ‘શેરિંગ અ રાઇડ’ નામ આપવામાં આવ્યું છે. જેકવેલિન ઉપરાંત આ ફિલ્મમાં ટ્રાન્સઝેડર મોડલ અંજલી લામા પણ દેખાશે. લીના યાદવે આ અગાઉ શબ્દ, તીન પત્તી અને રાજમા ચાવલ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મમાં જેક્વેલિનના રોલ અને તેની સ્ટોરી અંગે કોઇ વધુ માહિતી મળી નથી. જેક્વેલિન અક્ષયકુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડેમાં જોવા મળશે, પછી તે સર્કસ, એટેક અને કિક ટુમાં પણ દેખાશે.