જેકી શ્રોફનો પુત્ર ટાઇગર અને દિશા પટની પોતાના અંગત સંબંધોને કારણે ચર્ચાના કેન્દ્રમાં છે. તેઓ અનેકવાર જાહેરમાં સાથે જોવા મળે છે. તેમનો સંબંધ કેવો છે તે અંગે ખુદ જેકી શ્રોફે સ્પષ્ટતા કરી છે. આ અંગે તાજેતરમાં જેકીએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ટાઇગર 25 વર્ષનો હતો ત્યારથી ડેટિંગ કરી રહ્યો છે. ટાઇગર અને દિશા બહુ સારા મિત્રો છે. જોકે હું નથી જાણતો કે તેમણે પોતાના ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે. હાલ ટાઇગર પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. તે પોતાના કામમાં કંઇ પણ અડચણ આવે તેવું ઇચ્છતો નથી. ટાઇગર માટે પહેલા કામ અને પછી પરિવાર તેમ જ ગર્લફ્રેન્ડ છે.
જોકે ટાઇગરના પરિવાર સાથે દિશાના પણ સારા સંબંધો છે. તે ઘણી વખત ટાઇગરની માતા આયશા અને બહેન કૃષ્ણા સાથે બહાર ફરતી જોવા મળી છે. દિશા અને ટાઇગરે ફિલ્મ બાગી ટુમાં સાથે કામ કર્યું હતું. આ અંગે ટાઇગરની બહેન કૃષ્ણાએ પણ જણાવ્યું હતું કે, ટાઇગર સમજદાર છે અને પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ છે.