કેન્ટના ગ્રેવ્સેન્ડમાં લોકપ્રિય ભારતીય રેસ્ટોરન્ટ ધરાવતા રાવ અને રાજ ચોપરા નામના ફાર્માસિસ્ટ ભાઈઓની જોડીએ ઈંગ્લેન્ડમાં તેમના સમુદાયને આગળ આવવા અને તેમની કોવિડ-19 વેક્સીન લેવા પ્રોત્સાહિત કરવા માટે એક નવીન પહેલ ‘જૅબ્સ વિથ કબાબ્સ’ શરૂ કરી છે.
વી’ઝ પંજાબી ગ્રિલ ધરાવતા રાવ અને રાજ ચોપરાએ તેમના પિતા જગતાર ચોપરાએ ગયા વર્ષે કોવિડ-19થી બીમાર થયા પછી વોક-ઈન વેક્સિન સાઇટની સ્થાપના કરી હતી. રાજે કહ્યું હતું કે ‘’હું મારા પિતાના અનુભવથી પ્રેરિત છું. પપ્પાને આ રીતે જોવા ખૂબ જ કમજોર હતું. દરેક વાદળમાં રૂપેરી કોર હોય છે અને સમુદાયને મદદ કરવા અને અમારા વતનમાં રહેતા સાથી નાગરિકોને મદદ કરવા અને અમે શક્ય તેટલા લોકોને સુરક્ષિત રાખવા માટે ખરેખર પ્રયાસ કરવા માટે પ્રેરિત કરીએ છીએ.’’
આ પહેલની પ્રશંસા કરતાં, GP અને NHS કોવિડ રસીકરણ કાર્યક્રમના ડેપ્યુટી લીડ, ડૉ. નિક્કી કાનાણીએ, કહ્યું હતું કે “અમે NHS કોવિડ રસીકરણ કાર્યક્રમમાં અવિશ્વસનીય પ્રગતિ જોઈ રહ્યા છીએ, લોકો હજુ પણ તેમના પ્રથમ ડોઝ, બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ માટે દરરોજ આગળ આવે છે. મને ખરેખર અમારી બધી ટીમો પર ગર્વ છે. અમારી એક અદ્ભુત પહેલ વી’ઝ પંજાબી ગ્રિલમાં છે, જ્યાં ફાર્માસિસ્ટ પણ છે અને ગ્રીલ રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. તેમણે રેસ્ટોરન્ટની બહાર રસી સાથે ભોજન પણ ઑફર કર્યું છે.’’