બ્લેકબર્નના મિલિયોનેર ઇસા ભાઈઓ વિવાદાસ્પદ જમીનના એક ભાગને વિકસાવવાનું વિચારી રહ્યા છે. કેમ્પેઇનર્સને ભય છે કે ત્યાં પરમાણુ કચરો દફન કરાયો છે તેથી તે જોખમી છે.
મોન્ટે બ્લેકબર્ન લિમિટેડે M65ના જંકશન 5 પાસે, બ્લેકબર્નની સીમા પર 94 એકરની ગ્રામીણ સાઇટ માટે કાનૂની વિકલ્પ લીધો છે. ઝુંબેશકારો માને છે કે કિરણોત્સર્ગી કચરો 1950ના દાયકામાં બેલ્થોર્ન અને ગાઇડ વચ્ચેની જમીન પર જૂના માઇનશાફ્ટમાં ફેંકવામાં આવ્યો હતો. આ આશંકા હોવા છતાં, બ્લેકબર્ન વીથ ડાર્વેન કાઉન્સિલ ડ્રાફ્ટ લોકલ પ્લાનમાં આ જમીનનો સમાવેશ કોમર્શિયલ અને જોબ-ક્રિએટિંગ ડેવલપમેન્ટ માટે આદર્શ સ્થળ માટે કર્યો હતો.
હવે EG ગ્રુપના સ્થાપકો મોહસીન અને ઝુબેર ઈસાની માલિકીની મોન્ટેએ જમીનમાં કાનૂની રસ દાખવ્યો છે. તેમની કંપનીએ જમીન માટે એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA)ની જરૂર છે કે કેમ તે અંગે સ્ક્રીનિંગ અભિપ્રાયની વિનંતી કરીને આયોજન પ્રક્રિયા શરૂ કરી છે.
કાઉન્સિલના રીજનરેશન બોસ, કાઉન્સિલર ફિલ રિલ દાવો કરે છે કે આ જગ્યા કિરણોત્સર્ગી સામગ્રીના ડમ્પીંગથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર છે. પરંતુ ઝુંબેશના નેતા અને વેસ્ટ પેનાઈન વોર્ડના ટોરી કાઉન્સિલર જુલી સ્લેટરે જમીનના વિકાસ માટે કોઈપણ પગલા સામે લડવાની પ્રતિજ્ઞા લીધી છે.
(Local Democracy Reporting Service)