આસ્ડા સ્ટોર્સના બિલિયોનેર માલીકો ઇસા બ્રધર્સ એક નવી ઝીરો-એમિશન લોરી કંપનીને બેંકરોલ કરી રહ્યા છે અને બ્રિટનના 300,000 ભારે માલસામાનના વાહનોના ડીકાર્બોનાઇઝેશનને ટેકો આપવા માટે બ્રિટનના હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશનનું પ્રથમ નેટવર્ક બનાવવાની યોજના ધરાવે છે.

2017માં ગ્લાસગોમાં હાઈડ્રોજન વ્હીકલ સિસ્ટમ્સ તરીકે સ્થપાયેલ HVS હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી લૉરીનું પરીક્ષણ અને વિકાસ કરી રહી છે. કંપનીએ મોહસીન અને ઝુબેર ઇસા પાસેથી £30 મિલિયનનું રોકાણ પણ આકર્ષિત કર્યું છે. HVS તેના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ધીમા સાબિત થઈ રહેલા સેક્ટરમાં પ્રથમ મૂવર તરીકે 2026 સુધીમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની મિડલેન્ડ્સમાં અને નોર્ધર્ન આયર્લૅન્ડ અને સ્કોટલેન્ડની સરકારો સાથે સંભવિત ફેક્ટરી સાઇટ્સની શોધ કરી રહી છે.

HVS ના સહ-સ્થાપક અને તેના ડિઝાઇન વડા પીટ ક્લાર્કે જણાવ્યું હતું કે ‘’સમગ્ર યુરોપમાં રોડ પરના વાહનોમાં લોરીનો હિસ્સો 1.5 ટકા છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો હિસ્સો 20 ટકાથી વધુ છે. HVS માને છે કે બેટરી-ઇલેક્ટ્રિક લૉરીઓ એ ઉકેલ નથી કારણ કે બેટરીનું વજન જરૂરી છે, રેન્જનો અભાવ છે, તેઓ રિચાર્જ કરવામાં જે સમય લે છે અને રાષ્ટ્રીય પાવર ગ્રીડ પરના તાણ પણ વિચાર કરવો જરૂરી છે.

LEAVE A REPLY