ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીની મદદથી સ્વીસ પ્રાઈવેટ ઇક્વિટી કંપની પાર્ટનર્સ ગ્રુપ પાસેથી મળેલી આશરે 140 મિલિયનની લોનને પગલે બીલીયોનેર ઇસા ભાઈઓ હવે કેફે નીરો પર નિયંત્રણ લેવાની મજબૂત સ્થિતિમાં છે. ભાગીદાર ભાઇઓએ ગયા અઠવાડિયે કેફે નેરો બોસ ગેરી ફોર્ડ સમક્ષ કંપનીની નાણાકીય સ્થિતિ વિશેની અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી.
આ અઠવાડિયે, બ્લેકબર્નના ભાઈઓને ખબર પડશે કે નિયમનકારો સુપરમાર્કેટ ચેઇન આસ્ડાની £6.8 બિલીયનના સંપાદનને મંજૂરી આપે છે કે નહિં.
ગયા નવેમ્બરમાં યુકેમાં 6,000થી વધુ લોકોને રોજગારી આપતી કેફે નેરોએ કંપની વોલંટીયરી એરેન્જમેન્ટ (સીવીએ) યોજના શરૂ કરી શરૂ કરી હતી. જેથી ચઢી ગયેલું ભાડુ આપી શકે. ઇસા ભાઇઓ દ્વારા આ પગલું અવરોધાયું હતું, જેમણે કંપનીને ખરીદવા માટે અગિયાર કલાકની બોલી લગાવી હતી. તેમ છતાં તેને નકારી કાઢવામાં આવી હતી.
કેફે નેરોના પ્રવક્તાએ ટેલિગ્રાફને કહ્યું હતું કે “અમે વિન્ટર અને સ્પ્રિંગમાં સારો વેપાર કર્યો છે અને અમે પોઝીટીવ કેશ ફ્લો ઉત્પન્ન કરી રહ્યા છીએ અને છેલ્લા પાંચ મહિના દરમિયાન આગાહી કરતા આગળ છીએ. અમે આગામી તા. 17 મેના રોજ વધુ તેજસ્વી ભાવિની આશા રાખીએ છીએ. ત્યારથી અમે લોકો માટે અમારા કેફે સંપૂર્ણ રીતે ખોલીશું.”
ઇસા બંધુઓના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.