હજારો પેટ્રોલ સ્ટેશનો અને અન્ય રીટેલ સ્ટોર્સની માલિકી ધરાવતા આસ્ડાના બિલીયોનેર માલિકો ઝુબેર અને મોહસીન ઇસા હવે યુએસ ફર્મ પાસેથી બૂટ્સ સ્ટોર્સનું સામ્રાજ્ય ખરીદવાની મુખ્ય સ્થિતિમાં છે અને તે માટે વાટાઘાટો કરી રહ્યા છે.
બૂટ્સ ફાર્મસી ચેઇન 50,000થી વધુ લોકોને રોજગારી આપે છે અને તેના ટેકઓવરની કિંમત £7 બિલિયન જેટલી હોઈ શકે છે. બૂટ્સ માટે અન્ય રસ ધરાવતા બિડર્સમાં ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ TDR કેપિટલ, એપોલો અને સાયકામોર પાર્ટનર્સનો સમાવેશ થાય છે.
યુએસ સ્થિત કંપની વોલગ્રીન્સ બૂટ એલાયન્સની માલિકી ધરાવે છે. આ અગાઉ બિડર્સ બેન કેપિટલ અને CVC કેપિટલ પાર્ટનર્સ રસ ધરાવતા હતા. પણ તેમણે વિચાર પડતો મૂક્યો હતો.
બુટ યુકેના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા એમ્પલોયર્સ પૈકીનું એક છે. તેની સ્થાપના 1849માં કેમિસ્ટ જોન બુટ દ્વારા કરવામાં આવી હતી. તે હવે આયર્લેન્ડથી ઇન્ડોનેશિયા સુધી વિશ્વભરમાં સ્ટોર્સ ધરાવે છે.
યુકેની ત્રીજી સૌથી મોટી રિટેલર સુપરમાર્કેટ ચેઇન આસ્ડા 2020માં મોહસીન અને ઝુબેર ઇસા દ્વારા £6.8 બિલિયનમાં ખરીદવામાં આવી હતી.