તાજેતરમાં જ આસ્ડા સુપરસ્ટોર ખરીદનારા પેટ્રોલ સ્ટેશનના ટાયકુન્સ ઇસા ભાઇઓ ઝડપથી વિકસતી બ્રિટીશ સ્પોર્ટસવેર બ્રાન્ડ કેસ્ટોરના સૌથી મોટા રોકાણકારો બની ગયા છે. આ બ્રાન્ડ નવી સ્કોટિશ પ્રીમિયરશીપ ચેમ્પિયન રેન્જર્સ સાથે કિટ ડીલ કરે છે.
50 અને 49 વર્ષિય મોહસીન અને ઝુબેર ઇસાએ તેમના જર્સી સ્થિત મોન્ટે ગ્રુપ દ્વારા ગયા વર્ષે માર્ચમાં ટોમ અને ફીલ બેહોન દ્વારા સંચાલિત બ્રાન્ડમાં રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે.
ઇસા ભાઇઓએ ખાનગી ઇક્વિટી કંપની ટીડીઆર કેપિટલ સાથે જોડાયા પછી ઇજી ગ્રુપનું પેટ્રોલ ફૉરકોર્ટ્સ સામ્રાજ્ય બનાવ્યું છે. તેમણે ગયા મહિને £100 મિલિયનમાં ફાસ્ટ-ફૂડ ચેન લિયોન ખરીદી હતી. કેસ્ટોર આ વર્ષે £100 મિલિયના વેચાણનું લક્ષ્ય રાખ્યું છે.