Global law firm allowed to open office in India
(istockphoto.com)

અમેરિકાની કોર્ટે 2005માં સેટેલાઇટ સોદો રદ કરવા બદલ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના કોમર્શિયલ એકમ એન્ટ્રીક્સ કોર્પોરેશનને બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ્સ દેવાસ મલ્ટીમીડિયાને 1.2 બિલિયન ડોલરનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. 27 ઓક્ટોમ્બરના રોજ સિએટલ સ્થિત વોશિંગ્ટન વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટના બે જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

જાન્યુઆરી 2005માં થયેલ એક કોન્ટ્રાકટ અનુસાર એન્ટ્રીક્સ બે ઉપગ્રહોના નિર્માણ, લોન્ચિંગ અને સંચાલન માટે દેવાસને 70 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવા માટે સહમતી આપી હતી. જોકે એન્ટ્રીક્સ ફેબ્રુઆરી 2011માં આ કરારને સમાપ્ત કરી દીધો હતો. એન્ટ્રીક્સના આ પગલાંને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું હતું અને કાયદાકીય રીતે તેનું સમાધાન શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હવે અમેરિકાની કોર્ટે ચુકાદો આપ્યો છે કે દેવાસ મલ્ટીમીડિયા કોર્પોરેશનને 562.5 મિલિયન ડોલરનું વળતર તેમજ સંબંધિત વ્યાજ એમ મળીને કુલ 1.2 બિલિયન ડોલર ચૂકવવામાં આવે.