ભારતની સ્પેસ રિસર્ચ એજન્સી ઇસરોએ રવિવારે તેના સૌથી ભાર રોકેટ મારફત યુકે સ્થિત ગ્રાહકના 36 બ્રોડબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. ઇસરોના આ રોકેટનું આ પ્રથમ કોમર્શિયલ મિશન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ ISRO, ન્યુ સ્પેસ ઇન્ડિયા (NSIL) અને IN-SPACEને અભિનંદન પાઠવ્યા હતા. NSIL ઇસરોનું કોમર્શિયલ એકમ છે.

મોદીએ જણાવ્યું હતું કે ગ્લોબલ કનેક્ટિવિટી માટેના 36 વનવેબ ઉપગ્રહો સાથે આપણા સૌથી ભારે પ્રક્ષેપણ વ્હિકલ LVM3ના સફળ લોન્ચિંગ બદલ NSIL ઇન્ડિયા, ઇનસ્પેસ ઇન્ડિયા અને ઇસરોને અભિનંદન. LVM3 આત્મનિર્ભરતાનું ઉદાહરણ આપે છે અને વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ સેવા બજારમાં ભારતની સ્પર્ધાત્મક ધારને વધારે છે.

વનવેબ લિમિટેડ એનએઆઇએલની યુકે ખાતેની કસ્ટમર છે. તે સ્પેસ મારફતનું ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક છે, જે સરકારો અને બિઝનેસ માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડે છે. વનવેબના અગ્રણી રોકાણકારોમાં ભારતી એરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY