ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી કમ્યુનિકેશન સેટેલાઇટ (CMS-01)નું સફળાતપૂર્વક પરિભ્રમણ કક્ષામાં મૂક્યો . આ લોંન્ચિંગ બપોરે 3.41 મિનિટ પર PSLV-C50 રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતુ. કોરોના કાળમાં સેટેલાઈટનું આ બીજું પ્રક્ષેપણ છે.
CMS-01એ ભારતનો 42મો સંચાર ઉપગ્રહ છે. તે ભારતના ભૂમિ વિસ્તાર ઉપરાંત આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપને આવરી લેશે. આ વર્ષનું ઇસરોનું આ છેલ્લું મિશન પણ છે. આ સેટેલાઈટ સાત વર્ષ સુધી કામ કરશે.