ISRO launched the smallest rocket SSLV-D2

ઇસરોએ શ્રીહરિકોટા ખાતેના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી શુક્રવારે સૌથી નાના રોકેટ SSLV-D2 લોન્ચ કર્યું હતું. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવું રોકેટ 15 મિનિટની ઉડાનમાં ત્રણ ઉપગ્રહો- EOS-07, Antaris Janus-1 અને Spacekidz’s AzaadiSAT-2ને 450 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં સ્થાપિત કરીને પોતાનું મિશન સફળતાપૂર્વક પૂરું કરશે.

ઇસરોના આ ત્રણે ઉપગ્રહ EOS-07, અમેરિકાની કંપની અંતારિસ જાનુસ-1 અને ચેન્નઈની અંતરિક્ષ સ્ટાર્ટઅપ કંપની સ્પેસ કિડ્ઝ આઝાદીસેટ-2ના હશે. ઇસરો અનુસાર SSLV લોન્ચ-ઓન-ડિમાન્ડને આધારે પૃથ્વીની નીચલી કક્ષાઓમાં 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોનું પ્રક્ષેપણને પૂરું કરશે. આ રોકેટથી અંતરિક્ષમાં ઓછા ખર્ચે પહોંચી શકાય છે.
ઇસરોના વર્કહોર્સ PSLV માટે છ મહિના અને આશરે 600 લોકોની તુલનામાં રોકેટને માત્ર થોડા દિવસોમાં એક નાની ટીમ દ્વારા એસેમ્બલ કરવામાં આવી શકે છે.

ઇસરોના વડા એસ. સોમનાથે આ લોન્ચિંગ પછી જણાવ્યું હતું કે આજે આ પ્રક્ષેપણ પછી અમે PSLV-C55ના પ્રક્ષેપણ અભિયાનને શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

LEAVE A REPLY