ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઇસરોએ રવિવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી યુકેની કંપનીના 36 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. વન વેબ ઇન્ડિયા 2 મિશનના ભાગરૂપે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ વ્હિકલ માર્ક-3 (LVM3) રોકેટ છોડવામાં આવ્યું હતું.
બ્રિટનની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (વનવેબ ગ્રૂપ કંપની)એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે, જે ઈસરોની વેપારી કંપની છે. વનવેબ ગ્રુપ કંપની માટે પહેલા 36 સેટેલાઈટ 23 ઓક્ટોબર 2022ના રોજ લોન્ચ કરાયા હતા. રવિવારે ઈસરોનું આ 18મું લોન્ચિંગ હતું. તથા આ વર્ષનું ત્રીજું લોન્ચ છે.
બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબમાં એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઈઝ પણ શેરહોલ્ડર છે. વનવેબ સાથે ઈસરોની ડિલ થઈ છે. આ રોકેટમાં બીજીવાર ખાનગી કંપનીને કોઈ સેટેલાઈટ લઈ જઈ રહ્યું છે. આનો સક્સેસ રેટ 100 ટકા રહ્યો છે. આ અભિયાન સફળ થયું એનો ફાયદો વિશ્વભરને થશે. આનાથી દુનિયાના દરેક ભાગમાં સ્પેસ કનેક્ટેડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યોજનાને મદદ મળશે.