ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને શ્રી હરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે ઈમેજિંગ સેટેલાઈટ EOS01ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. PSLV-C49 રોકેટ સાથે દેશના રડાર ઇમેજિંગ સેટેલાઇટ EOS01 અને 9 વિદેશી સેટેલાઈટને પણ મોકલવામાં આવ્યા હતા. લોન્ચિંગ કરવાનો નિર્ધારિત સમય (બપોરે 3 વાગ્યેને 2 મિનિટ)થી 10 મિનિટ મોડું થયું હતુ. વિદેશી કસ્ટમર્સના સેટેલાઇટમાંથી લુથુયાનિયાના એક, લક્ઝબર્ગના ચાર, અમેરિકાના ચાર સેટેલાઇટ હતા.
EOS01 રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત, એગ્રીકલ્ચર- ફોરેસ્ટ્રી, જમીનમાં ભેજનું પ્રમાણ શોધવું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ કરશે.
શનિવારના લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ઇસરો તેની વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ટ્વિટર પેજ પર પણ LIVE ટેલિકાસ્ટપણ કર્યું હતું.
વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથે કહ્યું હતું કે PSLV-C49 પછી ડિસેમ્બરમાં PSLV-C50 લોન્ચ કરવાની યોજના છે. એક લોન્ચ પછી બીજા માટેની તૈયારીમાં લગભગ 30 દિવસનો સમય લાગે છે.
આ રોકેટ વેરિયંટનો ઉપયોગ પહેલીવાર 2019ના જાન્યુઆરીની 24મીએ ઓર્બિટ માઇક્રોસેટ અને સેટેલાઇટ માટે કરવામાં આવ્યો હતો. PSLV એક ફોર સ્ટેજ એંજિન રૉકેટ છે જે સોલિડ અને પ્રવાહી ઇંધણ દ્વારા વૈકલ્પિક રૂપે છ બૂસ્ટર મોટર દ્વારા સંચાલિત થાય છે.