અમેરિકાએ ત્રાસવાદી સંગઠન ISIS-ખોરાસન (ISIS-K)ના વડા સનાઉલ્લાહ ગફારી અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના ગયા વર્ષના ત્રાસવાદી હુમલામાં સંડોવાયેલા બીજા ત્રાસવાદીઓની માહિતી આપનારને 10 મિલિયન ડોલરના ઇનામ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકાના રિવોર્ડસ ફોર જસ્ટિસ વિભાગે સોમવારે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ત્રાસવાદી સંગઠનનો વડા શહાબ-અલ-મુહાજિર સનાઉલ્લાહ ગફારી તરીકે ઓળખાય છે. અફઘાનિસ્તાનના કાબુલના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 26 ઓગસ્ટ 2021ના રોજ ત્રાસવાદી હુમલો થયા હતો, જેમાં ઓછામાં ઓછા 185 લોકોના મોત થયા હતા. આ હુમલામાં અમેરિકાના 13 સૈનિકોના પણ મોત થયા હતા.
અફઘાનિસ્તાનમાં 1994માં જન્મેલો ગફારી હાલમાં ISIS-Kનો વડો છે અને તે અમેરિકામાં ISIS-K તમામ ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે. તે ફંડિંગની પણ વ્યવસ્થા કરે છે. અમેરિકાએ આ સંગઠનને ત્રાસવાદી સંગઠન જાહેર કરેલું છે.