દિલ્હીમાં ત્રાસવાદી સંગઠન આઈએસના મોડ્યુલનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય કથિત રીતે આતંકવાદી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસ ધરપકડ કરાયેલા ત્રણેય ત્રાસવાદીઓની તપાસ કરી રહી છે. દિલ્હીમાં હાલ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને ગણતંત્ર દિવસની પરેડની પણ તૈયારીઓ ચાલી રહી છે. જેને કારણે દિલ્હી પોલીસ હાલ હાઈ એલર્ટ પર છે.
ત્યારે એનઆઈએએ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 16 જગ્યાઓએ દરોડ પાડ્યા હતા. તો બીજી તરફ ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક આઈએસઆઈએસના આંતકીને ઝડપાયો છે. ગુજરાત એટીએસએ ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી નામના આઈએસઆઈએસના આતંકીને ઝડપીને ફરી એકવખત ગુજરાતને બચાવ્યું છે.
આઈએસઆઈએસના આતંકી ઝફર અલી મૂળ તમિલનાડુનો રહેવાસી હતો અને તે ગુજરાતમાં ટેરર મોડલ ઉભું કરવા આવ્યો હતો. પરંતુ સદ્દનસીબે ગુજરાત એટીએસએ દબોચી લીધો હતો. આઈએસઆઈએસના આતંકી ઝફર અલી વિશે એવી માહિતી મળી રહી છે કે, ત્રાસવાદીઓ અગાઉ તમિલનાડુના એક કેસમાં મોસ્ટ વોન્ટેડ જાહેર થયેલો છે અને તેના બેંગાલુરુમાંથી મોટા હથિયારો ઝડપાયા હતા. જેમાં 3 પિસ્ટલ અને 90 રાઉન્ડ મળ્યા હતા.
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે આઈએસઆઈએસના આતંકી ઝફર અલી ભરૂચમાં પણ કેટલીક ગેરકાયદેસર ગતિવિધિ કરી રહ્યો હતો. 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે, ત્યારે દેશ સહિત રાજ્યમાં ત્રાસવાદીઓઓ મોટા હુમલાઓ કરવાની ફિરાકમાં દેખાઈ રહ્યા છે. પરંતુ ગુજરાત એટીએસએ આજે સૌથી મોટું ઓપરેશન પાર પાડીને દેશ સહિત ગુજરાતને બચાવ્યું છે. બીજી બાજુ દિલ્હીમાં ગણતંત્ર દિવસના પ્રસંગે મોટા હુમલાની ફિરાકમાં રહેલા આઈએસઆઈએસના ત્રણ ત્રાસવાદીઓઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.