કેન્ટના 14 વર્ષના ઇશ્વર શર્માની આગેવાની હેઠળની ટીમ ગ્રેટ બ્રિટને દુબઇ UAEમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

ઇશ્વર શર્માએ 12 થી 15 વર્ષના છોકરાઓની કેટેગરીમાં ઓપન યોગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગાનવી શેટ્ટીએ અંડર 9 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાયગન રાજારામે પરંપરાગત યોગ અને ઓપન યોગ કેટેગરીમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં 9 દેશોમાંથી 134 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ઈશ્વર અને તે ટીમના સાથીઓએ અદભૂત પ્રદર્શન કર્યું હતું. ઇશ્વર ખાસ કરીને વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે યોગનો સંદેશ ફેલાવવા માટે ઉત્સાહી છે.

વધુ માહિતી માટે સંપર્ક: કૃપા કરીને ડૉ. નાન્જુંડિયાહ વિશ્વનાથ +44 07552 168 708.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments