ઈરાકના બગદાદમાં થયેલા અમેરિકન હુમલામાં કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની ના મોત બાદ ઈરાનમાં જોરદાર આક્રોશ છે. ઈરાનની એક સંસ્થાએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નો શિરચ્છેદ કરવા પર મોટા ઈનામની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ઈરાન ની સંસ્થાએ કહ્યું કે જે પણ ટ્રમ્પનો શિરચ્છેદ કરશે તેને 80 મિલિયન ડૉલરનું ઈનામ આપવામાં આવશે. રવિવારે ટ્રમ્પે ઈરાનને બ્રાન્ડ ન્યૂ હથિયારોથી હુમલો કરવાની ધમકી આપી હતી. તેના થોડા સમય બાદ જ ઈરાને આ જાહેરાત કરી હતી.
જનરલ સુલેમાનીના જનાજા દરમિયાન એક સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને એક ડૉલર દાન આપવાની અપીલ કરી, જેથી ટ્રમ્પના માથાના બદલે રાખવામાં આવેલા 80 મિલિયન ડૉલર ઈનામની રકમ એકત્ર કરી શકાય. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, ઈરાન જો કોઈ યૂએસ પ્રતિષ્ઠાન અને અમેરિકનને ઈજા પહોંચાડે છે તો તેનો તાત્કાલીક અને ખતરનાક અંદાજમાં જવાબ આપવામાં આવશે. આમ તો કાયદાકિય નોટિસની જરૂર નથી, પરંતુ હું તેમ છતાંય ચેતવી રહ્યો છું.
ઈરાન અને અમેરિકા વચ્ચે ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી હાલત ઊભી થઈ રહી છે. જનરલ કાસિમ સુલેમાનીનું સ્થાન ઈરાનમાં ઘણું ઊંચું હતું અને તેમની હત્યાથી દેશવાસી ઘણા ઉગ્ર છે. હાલમાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે, 20154માં થયેલી પરમાણુ સમજૂતીની કોઈ પણ શરતોને હવે નહીં માનવામાં આવે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, દેશ હવે યૂરેનિયમ સંવર્ધન અને તેના પ્રસાર પર કોઈ પ્રતિબંધને સ્વીકાર નહીં કરે. ઈરાન હવે સંવર્ધિત યૂરેનિયમથી જોડાયેલા રિસર્ચ અને વિકાસ કાર્યો અને પરમાણુ કાર્યક્રમોમાં પ્રતિબંધને સ્વીકાર નહીં કરે.
