Video obtained by Reuters/via REUTERS ES.

ઈરાની કમાન્ડોએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક 17 ભારતીય ક્રૂ મેમ્બર્સને સાથેના ઈઝરાયેલ સાથે જોડાયેલા કન્ટેનર જહાજને જપ્ત કર્યું હતું. હોર્મુઝની સામુદ્રધુની પાસે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના સભ્યો હેલિકોપ્ટરમાંથી પોર્ટુગીઝના ધ્વજવાળા MSC એરિઝ પર નીચે ઉતર્યા હતા અને જહાજને ઇરાની દરિયાઈ સીમામાં લઈ ગયાં હતાં.
પહેલી એપ્રિલે ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક કરેલા હવાઇ હુમલામાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકોના મોત થયાં હતાં. ઇરાને આ હુમલાનો બદલે લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ જહાજ લંડન સ્થિત ઝોડિયાક મેરીટાઇમ સાથે સંકળાયેલું છે. ઝોડિયાક મેરીટાઇમ ઇઝરાયેલી અબજોપતિ ઇયાલ ઓફરની માલિકીના ઝોડિયાક ગ્રુપની કંપની છે. જીનીવા સ્થિત એમએસસીએ જપ્તીના અહેવાલને પુષ્ટી આપીને જણાવ્યું હતું કે જહાજમાં કુલ 25 ક્રૂ મેમ્બર સવાર હતા.

ભારતે ઈરાન દ્વારા જપ્ત કરાયેલા જહાજમાંથી ૧૭ ભારતીય ખલાસીઓને છોડાવવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે, કાર્ગો જહાજ એમએસસી એરિસમાં ૧૭ ભારતીયો હોવાની બાબતથી અમે માહિતગાર છીએ. અમે તહેરાન અને દિલ્હીમાં રાજદ્વારી ચેનલો મારફત ઈરાનની ઓથોરિટીના સંપર્કમાં છીએ અને ભારતીયોને સુરક્ષિત અને વહેલી તકે છોડવામાં આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

LEAVE A REPLY