IPL starts from March 31, finals on May 28
(ANI Photo)

ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આંશિક કાર્યક્રમ ગયા સપ્તાહે ગુરૂવારે જાહેર કર્યો હતો. આના ઉપરથી એવા સંકેતો મળે છે કે, દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી લગભગ એપ્રિલ – મે મહિનામાં જ યોજાય તેવી શક્યતા છે અને તેના કારણે આઈપીએલ પણ સળંગના બદલે બે તબક્કે યોજાઈ શકે છે. આ સંજોગોમાં, બોર્ડે જાહેર કરેલા આંશિક કાર્યક્રમ મુજબ આઈપીએલ 2024નો આરંભ 22 માર્ચથી શરૂ થશે.

જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં 21 મેચ રમાશે, જેમાં ચાર દિવસ એવા રહેશે કે જ્યારે એક દિવસે બે મેચ રમાશે. પહેલી મેચ ગત વર્ષના ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ચેન્નાઈમાં રમાશે.

આંશિક કાર્યક્રમમાં બીજી એક વિશિષ્ટતા એ રહી છે કે, દિલ્હી કેપિટલ્સને વિશાખાપટ્ટનમ – વિઝાગ નવું હોમ ગ્રાઉન્ડ અપાયું છે. આ નિર્ણય પણ લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં લેવાયાનું જણાય છે.બાકીની મેચનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર થયા પછી નક્કી કરાશે અને જાહેર કરાશે તેવું મનાય છે.

LEAVE A REPLY