ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI )એ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં ચાલુ થતી આઇપીએલ દરમિયાન સટ્ટાબાજીને શોધી કાઢવા સ્પોર્ટરડારની નિમણુક કરી છે. દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારાને કારણે આ સિઝનની આઇપીએલ ભારત બહાર રમાડવાનો અગાઉ નિર્ણય કરાયો હતો.
BCCIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમજૂતીના ભાગરૂપે આઇપીએલ 2020ની તમામ મેચની સ્પોર્ટરડારની ઇન્ટિગ્રિટી સર્વિસિસ દેખરેખ રાખશે. સ્પોર્ટરડાર ઇન્ટિલિજન્સ અને ડેટાને આધારે બીસીસીઆઇને રિસ્ક મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડશે. BCCI સ્પોર્ટરડારની ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન સર્વિસિસની માગણી પણ કરી શકશે. આઇપીએલ 2020ની પ્રથમ લીગ મેચ ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.