ભારતીય ક્રિકેટ બોર્ડે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાનો અધુરો રહેલો હિસ્સો પુરો કરવા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગયા સપ્તાહે જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ 19 સપ્ટેમ્બરથી આ ક્રિકેટના જલસાનો આરંભ થશે અને 15 ઓક્ટોબરે દુબઈમાં ફાઈનલ સાથે તેની પૂર્ણાહુતિ થશે. આ ગાળામાં મોટા ભાગના દિવસોએ સાંજે 7.30 કલાકથી મેચ રમાશે, કેટલાક દિવસોએ બપોરે 3.30 અને સાંજે 7.30, એમ બે મેચ રમાશે, જો કે એવા કિસ્સામાં પણ બન્ને મેચ અલગ અલગ શહેરોમાં હશે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
લીગ મેચીઝ પુરી થયા પછી 10 ઓક્ટોબરે ક્વોલિફાયર-1, 11મી ઓક્ટોબરે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 13મી ઓક્ટોબરે રમાશે. ફાઇનલ 15મી ઓક્ટોબરે રમાશે. એ પછી, બીસીસીઆઈના યજમાનપદે જ યૂએઈ અને ઓમાનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. તેનો કાર્યક્રમ પણ થોડા દિવસમાં જાહેર થશે.
IPL 2021 નો પહેલો અધ્યાય ભારતમાં 9 એપ્રિલે શરૂ થયો હતો. એ પછી સીઝનની અધવચ્ચે રિદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા, કોલકત્તાનો સંદીપ વોરિયર, વરૂણ ચક્રવર્તી, ચેન્નઈના બોલિંગ કોચ બાલાજી અને બેટિંગ કોચ માઇક હસી કોરોના વાઈરસના ચેપનો ભોગ બનતાં ચોથીમેએ 29 મેચ પછી ટૂર્નામેન્ટ સ્થગિત કરવાની ફરજ પડી હતી.
લીગમાં હાલ દિલ્હી કેપિટલ્સની ટીમ ટોપ પર છે. બીજા સ્થાને ધોનીની ચેન્નઈ તો ત્રીજા સ્થાને વિરાટની બેંગલોર છે. યુએઈમાં રમાનારી બાકીની મેચનો કાર્યક્રમ આ મુજબ છેઃ