પ્લેઓફ હવે 23 મેથી પ્લેફ શરૂ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.
ગુજરાત ટાઇટન્સ પ્રથમ, ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા ક્રમે છે, તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ છે.
આ સ્થિતિમાં પ્રથમ ક્વોલિફાયર ગુજરાત અને ચેન્નઈ વચ્ચે તો એલિમિનેટર લખનઉ અને મુંબઈ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર 23 મે (મંગળવાર) ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ચેન્નાઈમાં રમાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં જશે. તો હારેલી ટીમને ફાઇનલમાં જવાની વધુ એક તક મળશે.
એ પછી 24 મે (બુધવાર) ના રોજ ચેન્નાઈમાં જ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં હારેલી ટીમ બહાર થઈ જશે, તો વિજેતા ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં હારેલી ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમશે. પ્રથમ ક્વોલિફાયર હારી ગયેલી ટીમ અને એલિમિનેટર મેચ જીતનારી ટીમ 26 મેના રોજ અમદાવાદમાં બીજી ક્વોલિફાયર મેચ રમશે. એ પછી ફાઈનલ અમદાવાદમાં 28મી મે (રવિવાર) ના રોજ પ્રથમ ક્વોલિફાયર અને બીજા ક્વોલિફાયરની વિજેતા ટીમ વચ્ચે રમાશે.