આ વર્ષે આઈપીએલની નોકાઉટ મેચો તેમજ ફાઈનલ કોલકાતા અને અમદાવાદમાં જ રમાશે એવી સત્તાવાર જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કરી દીધી છે. અમદાવાદના સ્ટેડિયમમાં ૧.૧૦ લાખની પૂર્ણ ક્ષમતાએ પ્રેક્ષકોની હાજરીમાં સેકન્ડ ક્વોલિફાયર અને ફાઈનલ મેચ રમાશે, તેવી જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ કરી હતી. આઇપીએલની ક્વોલિફાયર ટુ ૨૭મી મે તથા ફાઈનલ ૨૯મી મેએ રમાશે.
પ્રથમ ક્વોલિફાયર ૨૪ મે અને એલિમિનેટર ૨૬ મે ના રોજ કોલકાતામાં રમાશે. ત્રણ ટીમની મહિલાઓની ચેલેન્જર ટુર્નામેન્ટ ૨૪ થી ૨૮ મે સુધી લખનૌમાં રમાશે.