ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પાંચ વર્ષના ટીવી અને ડિજિટલ રાઈટ્સના વેચાણ માટેના ઈ-ઓક્શનનો પ્રથમ દિવસ રવિવારે 43,000 કરોડની જંગી બોલી બોલવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા દિવસે ઓક્શનમાં બોલી રૂ. 43,050 કરોડ સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે , વર્ષ 2017માં સ્ટાર ઈન્ડિયાએ મીડિયા રાઈટ્સ માટે જેટલી ચૂકવણી કરી હતી, તેના કરતાં આ વર્ષેની બોલી લગભગ ત્રણ ગણી વધારે છે.
મીડિયા રાઈટ્સ માટે કઈ કંપની દ્વારા કેટલી બોલી લગાવવામાં આવી છે, તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પણ પ્રતિ મેચ ટીવી અને ડિજિટલ રાઈટ્સની વેલ્યૂ 100 કરોડ રૂપિયાને પાર પહોંચી ચૂકી છે.IPLના મીડિયા રાઈટ્સના ઈ-ઓક્શનમાં 4 પેકેજ રાખવામાં આવ્યા છે, જેમાં પાંચ વર્ષના સમયગાળામાં પ્રતિ સિઝન 74 મેચ રમાડવામાં આવશે અને અંતિમ બે વર્ષોમાં મેચોની સંખ્યા વધારીને 94 કરી દેવામાં આવશે. પેકેજ Cએ ડિજિટલ માટેનું પેકેજ છે, જેમાં દરેક સિઝનમાં 18 સિલેક્ટેડ ગેમ્સ હશે, જ્યારે પેકેડ ડીમાં વિદેશી માર્કેટ માટે ટીવી અને ડિજિટલ એમ બંનેના મીડિયા રાઈટ્સ તમામ મેચો માટે આપવામાં આવશે. ઓક્શનમાં સામેલ થયેલાં તમામ બિડર્સે તમામ પેકેજ માટે અલગ-અલગ બોલી લગાવી હતી. પેકેજ એ માટે બોલી લગાવનાર કંપનીઓની નેટવર્થ ઓછા ઓછામાં 1000 કરોડ હોવી જરૂરી છે, જ્યારે અન્ય પેકેજ માટે નેટવર્થ 500 કરોડ હોવું જરૂરી છે.
આ વર્ષે રિલાયન્સ, સોની ડિઝની સહિતની કંપનીઓ મેદાનમાં છે. 2018થી 2022 માટેના IPL પ્રસારણ માટેના રાઈટ્સ મેળવવા માટે 14 કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં 16,347.5 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવી અને ચૂકવણી કરી સ્ટાઈ ઈન્ડિયાએ મીડિયા રાઈટ્સ પોતાના નામે કરી દીધા હતા.