IPL 2022નો સમાપન સમારંભ રવિવારે સાંજે મેચ પહેલાં યોજાયો હતો. સ્ટાર અભિનેતા રણવીર સિંહે ‘ભાઈ – ભાઈ’ થી તો ખ્યાતનામ સંગીતકાર એ.આર રહેમાને વંદે માતરમ ગીત સાથે સમારંભની શરૂઆત કરી હતી. બીજો એક સુપર સ્ટાર – અક્ષય કુમાર પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતો, તે જય શાહ સાથે સમાપન સમારંભ અને ફાઈનલ જોતો નજરે પડ્યો હતો. તેની સાથે પૃથ્વીરાજ ફિલ્મની અભિનેત્રી માનુષી પણ હતી.
રહેમાને ‘જય હો – જય હો’ના સોન્ગ સાથે ફાઈનલ મેચ પહેલાં બંને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારપછી સ્ટેડિયમમાં દર્શકો સનેડો-સનેડોના તાલે ઝૂમી ઉઠ્યા હતા.