ઇન્ડિયન પ્રીમિયમ લીગ 2022ની મહત્ત્વની બે મેચો અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી હોવાથી અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ જેવો માહોલ છે. આજે (27 મે)એ ક્વોલિફાયર-૨માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે ટક્કર છે. આ ઉપરાંત આવતીકાલ (28મેએ) ફાઇનાન મેચ રમાશે. ફાઈનલમાં ગુજરાત ટાઇસન્સને પ્રવેશ કર્યો હોવાથી ગુજરાતના ક્રિકેટ રસિકોના ઉત્સવમાં વધારો થયો છે. આજના મુકાબલામાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ૧.૩૨ લાખની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ બંને મુકાબલાની યજમાની માટે સજ્જ થઇ ગયું છે. ચાહકોમાં પણ આ બંને મુકાબલાને લઇને ઉત્સાહ પરાકાષ્ઠાએ છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ગણના થતાં આ સ્ટેડિયમની તમામ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ટિકિટ માટે બ્લેક માર્કેટિંગના અહેવાલ પણ આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત સામે હારી ગઈ હતી, જ્યારે એલિમિનેટરમાં RCBએ શાનદાર પ્રદર્શન કરી લખનૌ હરાવી દીધું હતું.
ગુજરાત વિરુદ્ધ 73 રનની ઈનિંગ રમી વિરાટ કોહલી પણ પોતાની લયમાં પરત ફરતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં ઓરેન્જ કેપ હોલ્ડર બટલર અને પર્પલ કેપ હોલ્ડર યુઝવેન્દ્ર ચહલ હાજર છે. આ બંનેના સારા પ્રદર્શન કરવા છતાં ટીમ ગુજરાત સામે હારી ગઈ હતી. જેથી હવે પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગ સહિત ટીમમાં ફાસ્ટ બોલર્સે વધારે મહેનત કરી પાવરપ્લેમાં વિકેટ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
અમદાવાદમાં હાલ મોટાભાગના દરેક સ્થાને આઇપીએલના આ બંને મુકાબલાની જ ચર્ચા થઇ રહી છે. આવતીકાલની મેચમાં જે પણ ટીમ વિજય મેળવે પણ રવિવારે મોટાભાગના પ્રેક્ષકો ગુજરાત ટાઇટન્સનો જ ઉત્સાહ વધારતા હશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવતીકાલની સેમિફાઇનલમાં પણ ચાહકોથી ચિક્કાર ભરાઇ જાય તેવો આશાવાદ છે. સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ એકસાથે ૧.૩૨ લાખ પ્રેક્ષકો હોય તેવું આવતીકાલે પ્રથમવાર બનશે.
અમદાવાદ અગાઉ રાજસ્થાન રોયલ્સનું હોમગ્રાઉન્ડ રહી ચૂક્યું છે. આવતીકાલે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ અને ફાફ ડુ પ્લેસિસની રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા માટે રસાકસીભર્યો જંગ ખેલાશે. ચાહકો માટે વધુ આનંદની વાત એ છે કે ‘સેમિફાઇનલ’ અને ફાઇનલ બંને મુકાબલામાં પિચ રીપોર્ટ પ્રમાણે રનની રમઝટ જોવા મળી શકે છે. બીજી ઇનિંગ્સમાં ઝાકળની સાધારણ સમસ્યા નડે તેની સંભાવના છે.
બંને ટીમના સંભવિત ખેલાડીઓ
રાજસ્થાન રોયલ
જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, જિમી નીશમ, રવિચંદ્રન અશ્વિન, રિયાન પરાગ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેક્કોય, પ્રસિદ્ધ કૃષ્ણા
રોયલ ચેલેન્જર બેંગલોર
રજત પાટીદાર, ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, વાણિંદુ હસરંગા, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, જોશ