(Photo by Pankaj Nangia/Getty Images)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ એક અગ્રણી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. તેની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને $12 બિલિયન થયું છે. 17મા બ્રાન્ડ ફાઇનાન્સ IPL 2024ના મૂલ્યાંકન અહેવાલ મુજબ 2009માં તેનું બ્રાન્ડ વેલ્યુ $2 બિલિયન હતું. આ ક્રિકેટ લીગની બ્રાન્ડ વેલ્યૂ 2023માં પ્રથમ વખત $10 બિલિયનને વટાવીને $10.7 બિલિયન થઈ હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સહિતની ચાર ટીમોની બ્રાન્ડ વેલ્યુ પ્રથમ વખત $100 મિલિયનને વટાવી ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ $122 મિલિયન (52% વધારો)ની બ્રાન્ડ વેલ્યૂ સાથે ટોચના સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ $119 મિલિયન (+36%) સાથે બીજા સ્થાને છે. CBએ $117 મિલિયનની બ્રાન્ડ મૂલ્ય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ અનુક્રમે $109 મિલિયન (+38%) અને $85 મિલિયન (+76%) સાથે ચોથા અને પાંચમાં સ્થાને રહ્યાં હતાં.

રાજસ્થાન રોયલ્સનું બ્રાન્ડ વેલ્યૂ 30% $81 મિલિયન થયું હતું, જ્યારે દિલ્હી કેપિટલ્સે 24% વૃદ્ધિ સાથે $80 મિલિયનનું મૂલ્યાંકન હાંસલ કર્યું હતું. નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે અનુક્રમે $69 મિલિયન (+5%) અને $60 મિલિયન (+29%)નું મૂલ્યાંકન પ્રાપ્ત કર્યું હતું. પંજાબ કિંગ્સે નોંધપાત્ર 49% વૃદ્ધિ દર્શાવીને $68 મિલિયન સાથે દસમું સ્થાન મેળવ્યું હતું.

બ્રાન્ડ ફાઇનાન્સના વિશ્લેષણમાં જણાવ્યા અનુસાર આઇપીએલથી સ્પોર્ટસ કોમર્સને વેગ મળ્યો છે. તેનાથી ભારતમાં રોજગારીને 1.25 મિલિયન તકોનું સર્જન થયું છે.

LEAVE A REPLY