FILE PHOTO: REUTERS/Stephane Mahe/File Photo

કોરોના મહામારી પછી વિશ્વભરની કંપનીઓએ સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે અપનાવેલી ચાઇન પ્લસ વનની નીતિથી ભારતને મોટો ફાયદો થઈ રહ્યો છે. 2024ના નાણાકીય વર્ષમાં અમેરિકાની અગ્રણી કંપની એપલે ભારતમાં 14 બિલિયન ડોલરના આઇફોનનું એસેમ્બલિંગ કર્યું હતું, એમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં બુધવારે જણાવ્યું હતું.

એપલ હવે ભારતમાંથી તેના કુલ આઇફોનમાંથી 14%નું ઉત્પાદન કરે છે. ભારતમાં ફોક્સકોન લગભગ 67% એસેમ્બલ કરે છે જ્યારે પેગાટ્રોન કોર્પ  લગભગ 17% યોગદાન આપે છે.  કર્ણાટકમાં વિસ્ટ્રોન કોર્પનો પ્લાન્ટ બાકીનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટ ગયા વર્ષે ટાટા ગ્રુપે હસ્તગત કર્યો હતો.

બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે એપલ ચીનની બહાર તેની પુરવઠા શૃંખલામાં વધુને વધુ વૈવિધ્ય લાવવાનું વિચારી રહી છે. હાલમાં ચીન વિશ્વનું સૌથી મોટું આઇફોન મેકિંગ હબ છે. રોઇટર્સે સોમવારે અહેવાલ આપ્યો હતો કે પેગાટ્રોન ચેન્નાઇ નજીક સ્થિત તેના એકમાત્ર પ્લાન્ટનું  નિયંત્રણ ટાટા જૂથને સોંપવા માટે વાટાઘાટો કરી રહી છે.

LEAVE A REPLY