REUTERS/Adnan Abidi/File Photo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત અનેક પડોશી દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવે શક્યતા છે. મોદી આઠ જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસ સહિતના વૈશ્વિક નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. હવે મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે.

શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ પ્રેસિડન્ટને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ‘આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.’

મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2014માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતાં. જ્યારે BIMSTEC દેશોના નેતાઓએ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY