આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે “એમ્બ્રેસ ઇક્વિટી”ની થીમ હેઠળ બ્રિટનની સંસદમાં ઐતિહાસિક ચર્ચા યોજાઈ હતી. જેમાં વૈશ્વિક સ્તરના 13 પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત મોટાભાગની મહિલા વક્તાઓ ઉપસ્થિત રહી હતી અને બધા વક્તાઓએ મ હિલાઓ જેનો સામનો કરી રહી છે તેવા સૌથી મોટા પડકારો અને પરિવર્તન અંગેના ઉકેલો વહેંચવા માટે સાથે સહમત થયા હતા.
રૂપા ગણાત્રા પોપટ અને રૂપલ સચદેવ કંટારિયા દ્વારા સહ-આયોજીત આ ડિબેટમાં વક્તાઓએ ઉદ્યોગસાહસિકતા, FGM અને બાળ લગ્ન, માતૃત્વ દંડ, સામાજિક ગતિશીલતા, સોશિયલ મીડિયા, મેનોપોઝ, માનસિક સ્વાસ્થ્ય, રમતગમત, સ્ત્રીઓના રોકાણ અને જાહેર જીવનમાં મહિલાઓ સહિતના વિષયોની વિશાળ શ્રેણીપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
વક્તાઓમાં નેટવેસ્ટના સીઇઓ એલિસન રોઝ, જીબી જિમ્નાસ્ટ એલી ડાઉની, બાળ લગ્ન સર્વાઈવર અને ઝુંબેશકર્તા પેઝી મહમોદ, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર શ્રી એમિલ હેસ્કી, પ્રેગ્નન્ટ ધેન સ્ક્રુડના સીઈઓ જોએલી બ્રેરલી, બીપીના સીએચઆરઓ કેરી ડ્રાયબર્ગ, ઇક્વાલીટી કેમ્પેઇનર પવિત્રા કૂપર, ગર્લ્સ ધેટ ઈન્વેસ્ટના સ્થાપક અને સીઈઓ સિમરન કૌર, ભૂતપૂર્વ ઓલિમ્પિયાડ અને મેનોપોઝ એમ્બેસેડર મિશેલ ગ્રિફિથ રોબિન્સન, હર્ટસમીયર બરો કાઉન્સિલના મેનેજિંગ ડિરેક્ટર સાજીદા બિજલે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્શર કૌશલ મોઢા, મુસ્લિમ સ્પોર્ટ્સ એસોસિએશનના સ્થાપક યાશ્મીન હારુન તથા ગ્રાન્ટ થોર્ન્ટનના ભાગીદાર શેરમીન કાઝમીનો સમાવેશ થાય છે. આ ચર્ચાની અધ્યક્ષતા હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી સ્પીકર બેરોનેસ બાર્કરે કરી હતી.
આ ચર્ચાનું આયોજન લોર્ડ અને લેડી પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું. ચર્ચા પછી બોલતા, લોર્ડ પોપટે જણાવ્યું હતું કે “તમામ સંસદની માતા એવી યુકે પાર્લામેન્ટમાં આવા પ્રતિભાશાળી, વૈવિધ્યસભર અને પ્રેરણાદાયી વક્તાઓના ડીબેટનું આયોજન કરવું એ એક વિશેષાધિકાર છે. યુકેએ અમુક ભાગોમાં જેન્ડર ઇક્વાલીટી પર પ્રગતિ કરી છે પરંતુ અમારે હજુ લાંબી મજલ કાપવાની છે અને આ પ્રકારની ડીબેટ આ વાતચીતને આગળ વધારવા માટે ચાવીરૂપ છે.”
રૂપા ગણાત્રા પોપટે જણાવ્યું હતું કે, “હું એક નવી માતા તરીકે, માતા બનવા બાબતે ખૂબ જ વિશેષાધિકાર અનુભવું છું.”
ચર્ચાનું સમાપન રૂપલ સચદેવ કંટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાઉન્સિલર અમીત જોગીયા MBEએ જણાવ્યું હતું કે, “જો આપણે પરિવર્તન કરવું હોય તો જાહેર, ખાનગી અને સેવા ક્ષેત્રને એકસાથે સાંભળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’