હિન્દૂ અને બૌદ્ધ ધર્મના સંગમ અંતર્ગત બૌધ્ધ ધર્મના અનુયાયીઓએ ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરની મુલાકાત લીધી હતી. સનાતન ધર્મભૂષણ શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા ભજન અને હનુમાન ચાલીસના પાઠનું આયોજન કરાયું હતું.
ગુરૂજીએ આવનાર ઇન્ટરફેઈથ – બૌધ્ધ ધર્મના અનુયાયીઓને આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવી નમઃ શિવાયના મંત્રોચ્ચારથી મુગ્ધ કરી દીધા હતા. તિબેટથી પધારેલા બુદ્ધ ધર્મગુરુ ખેમ્પો તેન્ઝીને બુદ્ધ ધર્મના વિશેષ મંત્રથી પ્રાર્થના કરી સિદ્ધાશ્રમમાં આવેલા ભક્તોને ભક્તિના રંગે રંગી દીધા હતા. સિદ્ધાશ્રમ દ્વારા આવા અનેક આધ્યાત્મિક કાર્યક્રમો સમાજ માટે અવારનવાર કરવામાં આવે છે.