Vistara will be merged with Tata Air India by March 2024
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી રાબેતા મુજબ શરૂ કરવાની પ્રક્રિયા અંગે સરકાર વિચારી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડ-19 મહામારીની વિશ્વના કેટલાંક દેશોમાં હાલમાં જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રાબેતા મુજબ ચલાવવા સરકારની પણ ઇચ્છા છે.

વિશ્વના તમામ દેશની ફ્લાઇટ્સ નજીકના ભવિશ્યમાં શરૂ નહી થઇ શકે એવો આડકતરો સંકેત આપતાં સિંધિયાએ કહ્યું હતું કે લોકોએ બેદરકાર ન બનતા પોતાની સલામતી અને સુરક્ષાના તમામ ઉપાયોનો અમલ ચાલુ રાખવો જોઇએ. વિશ્વના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત પોતાનું અસલ સ્થાન પુન: પ્રાપ્ત કરી લે અને ભારત ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે એક મોટુ કેન્દ્ર બને તે માટે હું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છુ.

આપણે તે લક્ષ્ય હાંસલ કરી શકીશું એમ કેન્દ્રિય પ્રધાને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિઝ (સીઆઇઆઇ) દ્વારા આયોજિત એક સમારંભને સંબોધતા કહ્યું હતું.આ પ્રસગે તેમણે ભારતને ઇન્ટરનેશનલ ઉડ્ડયનના ક્ષેત્રમાં એક મોટું કેન્દ્ર બનાવવાનો દૃઢનિર્ધાર પણ ફરી વ્યક્ત કર્યો હતો.