ભારતે ઇન્ટરનેશનલ ટ્રાવેલર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ટ્રાવેલ એડવાઇઝરી મુજબ ભારત આવતા તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે. આ ઉપરાંત તમામ એરલાઇન્સે યુકેમાંથી ટ્રાવેલરને વિમાનમાં બેસવા દેતા પગેલા નેગેટિવ કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ ચેક કરવો પડશે. આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) 25 ઓક્ટોબર 2021થી અમલી બનશે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં વેક્સિનેશન કવરેજમાં વધારાને ધ્યાનમાં રાખીને અને મહામારીની સ્થિતિમાં ફેરફારને કારણે ભારતમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટેની હાલની ગાઇડલાઇનમાં સમીક્ષા કરવામાં આવી છે.
યુકે, ફ્રાન્સ, જર્મની, નેપાળ, બેલારુસ, લેબનોન, આર્મેનિયા, યુક્રેન, બેલ્જિયમ, હંગેરી અને સર્બિયાથી ભારત આવતા આ પેસેન્જર્સ માટે નવી ગાઇડલાઇનનું પાલન થશે.
આ ઉપરાંત જોખમ ધરાવતા દેશમાંથી ભારતમાં આવતા મુસાફરો માટે વધારાના પગલાંનો અમલ થશે. જોખમ ધરાવતા દેશોમાં યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ,ચીન, ન્યૂઝિલન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.
ભારતની ટ્રીપનું આયોજન કરતાં પહેલા ટ્રાવેલર્સે નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.
1. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબસિટ કરો અને તેને એર સુવિધા પાર્ટલ (www.newdelhiairport.in) પર અપલોડ કરો.
2. મુસાફરી પહેલાના 72 કલાકમાં કરવામાં આવેલો કોરોના RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરો
3. મુસાફરોએ આ રિપોર્ટ પ્રમાણભૂત હોવા અંગે ડિક્લેરેશન સબમિટ કરવું પડશે. જો રિપોર્ટ ખોટો હશે તો ગુનાહિત કાર્યવાહી થશે.