પ્રતિક તસવીર

ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ ઇમ્પેક્ટ ઓફ ફેઇથ ઇન લાઇફ (IIFL) દ્વારા શરૂ કરાયેલા નવા મતદાનમાં યુકેમાં વ્યાપેલા બહુધર્મિય સમુદાયોની સકારાત્મકતા છતી થઇ છે અને ભાગ લેનારા લોકોએ કહ્યું હતું કે તેઓ યુકેમાં ધાર્મિક વિવિધતાને આવકારે છે અને આ ધર્મોએ પશ્ચિમી સમાજમાં સકારાત્મક યોગદાન આપ્યું છે.

વ્હાઇટસ્ટોન ઇનસાઇટ દ્વારા તા. 1 અને 2 મે 2024ના રોજ 2,064 પુખ્ત વયના લોકોનો  સર્વે દર્શાવે છે કે સામાન્ય વસ્તીમાં, 60% લોકો માને છે કે યુકે એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય રીતે કોઈપણ ધર્મની વ્યક્તિનું સ્વાગત કરવામાં આવે છે. 73% લોકો અલગ-અલગ ધર્મના મિત્રો ધરાવે છે, આ આંકડો ખ્રિસ્તીઓ અને મુસ્લિમોમાં વધીને 75% થાય છે. 66% લોકો માને છે કે “બાળકોને ધાર્મિક શિક્ષણ શીખવવામાં આવે તે સારું છે અને 80% લોકો આધુનિક સમાજમાં અન્ય ધર્મોના જ્ઞાનને મહત્વપૂર્ણ માને છે.

62% લોકો સંમત થયા હતા કે ખ્રિસ્તી વારસો બ્રિટિશ સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ પાસું છે. જ્યારે 53% લોકો એ વાક્ય સાથે સંમત થયા હતા કે “સમાનતા અને કરુણા જેવા મૂલ્યો વિશે પશ્ચિમી માન્યતાઓને પ્રભાવિત કરવામાં ધર્મ એક મહત્વપૂર્ણ પરિબળ છે.”

LEAVE A REPLY