FILE PHOTO: REUTERS/Dado Ruvic/Illustration/File Photo

વિશ્વમાં સેક્સટોર્શના કેટલાંક હાઇપ્રોફાઇલ કિસ્સા પછી ઇન્સ્ટાગ્રામે તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લાવશે. આ ફીચર ડાયરેક્ટ મેસેજિસમાં નગ્ન કે અશ્લીલ ફોટોગ્રાફને ઓટોમેટિક બ્લર કરી દેશે. આનાથી યુવા યુઝર્સને રક્ષણ મળશે અને સેક્સ સ્કેમ પર નિયંત્રણ આવશે. આ ફીચર 18 વર્ષથી ઓછી વયના કિશોરો માટે વૈશ્વિક સ્તરે ડિફોલ્ટ રૂપે ચાલુ કરવામાં આવશે. પુખ્ત યુઝર્સને આ ફીચર સક્રિય કરવા માટે પ્રોત્સાહિત કરતા નોટિફિકેશન મળશે. આ ઇમેજ જોવી કે નહીં તેનો યુઝર્સને વિકલ્પ મળશે. યુઝર્સને આવી ઇમેજ મોકલનારને બ્લોક કરવાનો અને ચેટની જાણ કરવાનો વિકલ્પ પણ મળશે.

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે જાતિય કૌભાંડો અને ઇમેજના દુરુપયોગ જેવા દુષણોને ડામવા તથા કિશોરોનો સંપર્ક કરવાનું વધુ મુશ્કેલ બનાવવા માટેના તેના અભિયાનના ભાગ રૂપે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. સેક્સટોર્શનના એટલે કોઇ વ્યક્તિને નગ્ન ફોટા ઓનલાઈન મોકલવા માટે પ્રલોભન આપવું અને તે પછી આવી ઇમેજ જાહેર કરી દેવાની ધમકી આપીને પૈસાની વસૂલી કરવી.

કંપનીએ જણાવ્યું હતું કે સ્કેમર્સ ઘણીવાર ઇન્ટિમેટ ઇમેજ મેળવવા માટે ડાયરેક્ટ મેસેજિસનો ઉપયોગ કરતાં હોય છે. આનો સામનો કરવા માટે તે ટૂંક સમયમાં ડાયરેક્ટ મેસેજિસ માટે ન્યુડિટી પ્રોટેક્શન ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ ફીચર નગ્નતા ધરાવતી તમામ ઇમેજને બ્લર કરી દેશે. તેનાથી લોકો નગ્ન ઇમેજ મોકલતા પહેલા બે વાર વિચારતા થશે. આ ફીચરથી પોતાના ડીએમમાં બિનજરૂરી ન્યૂડિટી ન ઇચ્છતા લોકોને સુરક્ષા મળશે. આનાથી તેમને ન્યૂડ ઇમેજ મોકલીને છેતરપિંડી કરતા સ્કેમર્સ સામે પણ રક્ષણ મળશે.

LEAVE A REPLY