ભારતીય નૌકાદળના ટ્રેઇનીંગ શીપ આઇકોનિક INS તરંગિનીનું થોડાક દિવસો માટે લંડનના સાઉથ ડોક્સમાં આગમન થયું હતું. જ્યાં તા. 15ના રોજ સાંજે વિશાળ સંખ્યામાં ભારતીય ડાયાસ્ફોરાના લોકોએ ઉપસ્થિત રહી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી.
જહાજના કેપ્ટન પ્રવિણ કુમાર તથા ક્રૂને મળવાનું સૌને સન્માન મળ્યું હતું અને વિશેષ માહિતી મેળવી હતી. સઢવાળા જહાજ, ભારતીય નૌકાદળના અધિકારીઓ અને તેમની તાલીમ, તેઓ કેટલા મહિના સમુદ્રમાં ઘરથી દૂર વિતાવે છે તે અંગેના ઘણા રસપ્રદ તથ્યો સાંભળીને સૌએ ગર્વ અનુભવ્યો હતો.
INS તરંગિની કેનેરી વ્હાર્ફમાં 18 ઓગસ્ટ, 2022 સુધી થેમ્સ ક્વે, વેસ્ટ ઈન્ડિયા ડોક્સ ખાતે રહેશે. INS તરંગિની ડેનમાર્કથી લંડન આવ્યું છે.
તસવીર સૌજન્સ: સૂર્યકાન્ત જાદવા