Inquiry ordered against Deputy Chief Minister of Bihar for calling Gujaratis thugs
(ANI Photo)

ગુજરાતીઓને ઠગ કહેવાના બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટે સોમવારે ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો. આ મામલે 20મી મેના રોજ સુનાવણી યોજવામાં આવશે. આ સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે પુરાવા રજૂ કરવાના રહેશે.
અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી જે પરમારની કોર્ટે તેમને સમન્સ જારી કરવાનો નિર્ણય કરતા પહેલા CrPC (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર)ની કલમ 202 હેઠળ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રક્રિયાના ભાગરૂપે કોર્ટ 20 મેના રોજ સાક્ષીઓની તપાસ કરે તેવી શક્યતા છે. CrPC કલમ 202 આરોપી સામેની સામગ્રીના આધારે પ્રક્રિયા (સમન્સ) જારી કરવાના હેતુથી પૂછપરછ સાથે સંબંધિત છે.

અમદાવાદમાં રહેતા હરેશભાઇ પ્રાણશંકર મહેતાએ આઇપીસીની કલમ 499, 500 (બદનક્ષી) હેઠળ તેજસ્વી યાદવ સામે ફરિયાદ કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે, અમે ફરિયાદી સમાજસેવક અને ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે માનદ સેવા આપીએ છીએ તેજસ્વી યાદવ એક જવાબદાર નાગરિક છે અને તેમણે થોડા સમય પહેલાં વિવિધ મીડિયા સમક્ષ નિવેદન કહ્યું હતું કે, આજ દેશ કે હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, LIC કા પૈસા, બેંક કા પૈસા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે, તો કૌન જીમ્મેવાર હોગા…’ આમ, આવા કથનને કારણે ગુજરાતની પ્રજા તથા ગુજરાતના સમગ્ર સમાજની બદનામી, માનહાનિ થાય છે.

LEAVE A REPLY